Pages

Tuesday 22 November 2016

હાલ ની એજ્યુકેશન સીસ્ટમ નો પ્રોબ્લેમ અને તેનું સોલ્યુશન

ઘણા સમય થી આપડી એજ્યુકેશન સિસ્ટમ ની એક ખુબ મોટી ખામી ઉડી ને આખે વળગે એવી હતી અને એ એટલે આપણા “ભણતર ની સાથે ગણતર (અનુભવ) નો અભાવ”. વિદ્યાર્થીઓ ચોપડીયું જ્ઞાન મેળવી ને એન્જિનિયર કે MBA તો બની જાય છે પરંતુ એ પછી જયારે નોકરી ની વાત આવે તો લોકો તેને ફ્રેશર કહી અને BBA/B.Com પછી નોકરી નથી આપતા અને વિદ્યાર્થીઓ બેરોજગાર રહે છે. જે વિદ્યાર્થીઓ ને રોજગારી મળે છે એ પણ MBA/Engineering કરી ને પણ ૮૦૦૦ થી ૧૦૦૦૦ માંડ મેળવી શકે છે જયારે તે કોર્સ માટે ની ફી માં-બાપ એ લાખો રૂપિયા માં ભરી હોય છે.

આ જ કારણે આપ જોઈ શકશો કે ફક્ત જુજ IIM/IIT જેવી કોલેજો (જ્યાં અનુભવી વિદ્યાર્થી જ આવે છે અથવા ભણતર સાથે જ અનુભવ મેળવે છે) અને મેડીકલ જેવા કોર્સ (જ્યાં વિદ્યાર્થી ને થીયરી કરતા ઓન ધ જોબ ટ્રેનીંગ વધુ અપાય છે) સિવાય ની બધી કોલેજ અને કોર્સ ના પ્લેસમેન્ટ ઝીરો અથવા તો ખુબ જ ઓછા થઇ ગયા છે. અને માસ મોટી ફી ભરી કોલેજ માંથી મોટી ડીગ્રી લઇ ને પછી પણ વિદ્યાર્થી રોજગારી માટે ફાફા મારતો હોય છે.

આ પ્રોબ્લેમ પાછળ હાથ કોનો?

વિદ્યાર્થીઓ નો પ્રોબ્લેમ એ છે કે કોઈ એને પેહલો અનુભવ લેવા નોકરી આપે તો એ બીજે અનુભવી થઇ ને જઈ શકે જયારે સામે ઇન્ડસ્ટ્રીઝ નું એમ માનવું છે કે અમારે જો શિખવાડવાનું પણ હોય, ટ્રેનીંગ પણ આપવાની હોય અને ઉપર થી સેલેરી પણ આપવાની? એ તો કેમ પોસાય? વાત તો એ પણ સાચી છે. તો સામે પ્રોફેસર્સ, ટીચર્સ અને એકેડેમિક માં રહેલા લોકો એવું માને છે કે અમે થીયરી શીખવાડી શકીએ પણ પ્રેક્ટીકલ ટ્રેનીંગ તો વિદ્યાર્થી ને અનુભવ થી ઇન્ડસ્ટ્રીઝ માં જ મળે.

આ વાત પણ એમ તો સાચી જ છે કારણ કે કોઈ ને તરતા (સ્વીમીંગ) શીખવું હોય તો કઈ ક્લાસ રૂમ માં 5 કલાક નો લેકચર લઇ ને ના શીખવાડી સકાય અને એજ રીતે કોઈ ને બેન્કિગ, માર્કેટિંગ, મેનેજમેન્ટ કે એન્જીનીયરીંગ પણ ફક્ત ક્લાસ રૂમ માં ના જ શીખવાડી શકાય. એના માટે જરૂરી છે કે વિદ્યાર્થી ભણતા ભણતા જ અનુભવ મેળવે.

સોલ્યુશન રૂપે B.Voc જેવા કોર્સ ની જરૂરિયાત

આ બધા એજ્યુકેશન ના પ્રોબ્લેમ ના સોલ્યુશન માં એક જ વસ્તુ છે અને એ “ભણતર સાથે જ અનુભવ”. વિધાર્થી ને જો ભણતા ની સાથે જ ઓન ધ જોબ ટ્રેનીંગ આપવા માં આવે તો એ ભણતર પછી સરળતા થી નોકરી કે ધંધો કઈ પણ કરી શકે.

આ જ સોલ્યુશન ના ભાગ રૂપે કેન્દ્ર સરકાર ની સંસ્થા UGC (યુનિવર્સીટી ગ્રાન્ટ્સ કમીશન) દ્વારા વર્ષ ૨૦૧૦ પછી એક નવા કોર્સ વિશે ની રૂપરેખા અને ગાઈડલાઈન્સ આપવા માં આવી કે જે કોર્સ આ બધા પ્રોબ્લેમ નું નિવારણ બની શકે અને એ કોર્સ એટલે B.Voc (બેચલર ઓફ વોકેશન). આ કોર્સ માં વિદ્યાર્થી ને ફક્ત થીયરી જ નહિ પરંતુ તેની સાથે સાથે દરરોજ પ્રેક્ટીકલ ઓન ધ જોબ ટ્રેનીંગ પણ લેવાની હોય છે.


No comments:

Post a Comment